ગુજરાતી… એ કાંઈ માત્ર પ્રાદેશિક શબ્દ નથી, આખા સમાજને વિચારતો કરી મુકે એવો વિષય છે.
ગુજરાતી, આ શબ્દ સાંભળતા જ જાણે કેટ કેટલીય સ્મૃતિઓ મનમાં પ્રર્વતતી થઇ જાય.
"હું છેલ છબીલો ગુજરાતી" અને અમે છૈયે રે ગુજરાતી" જેવા સાહીત્યીક લોક ગીતો થી ગુજરાતી હોવાનું ગૌરવ લેતા રહ્યા છીએ. પણ ગુજરાતી સાહીત્યનું ફલક ખુબ વિશાળ છે, એટલે જયારે એક ગુજરાતી તરીકે આસપાસના વાતાવરણથી એવો પ્રતિભાવ મળે કે આપણા સાહીત્યમાં સારી કૃતિઓ ખુબ ઓછી છે, તો એ વાત અચૂક ખટકે.
આ ભ્રમને ભાંગવાનો અને ગુજરાતી સાહીત્યને સમાજના દરેક સ્તર સુધી પહોચાડવાનો અમારો નાનકડો પ્રયાસ એટલે "ગુજરાતી બુક ક્લબ".
ફક્ત દર્શક બનાવ્યા સિવાય વાચકો ને વધુ માં વધુ ભાગ લેવા માટે પ્રેરિત કરતુ આ મંચ છે.
સાહિત્ય પ્રેમીઓ અને સાહિત્યકરો વચ્ચે ની કડી બનીએ એવું અમારું લક્ષ્ય છે.
ગુજરાત સરકાર ના "વાંચે ગુજરાત" અને "માતૃભાષા અભિયાન" ના ઉદેશ્ય ને આગળ વધારવા આવો સૌ ભેગા મળી ને માતૃભાષા ને અને તેના સાહિત્ય ને પ્રોત્સાહિત કરીએ.